હું યુવરાજસિંહ પરમાર, મારો જન્મ વડોદરા ખાતે ૨૬-૦૫-૧૯૯૪ ના રોજ થયો હતો. મે ડિપ્લોમા મિકેનીકલ એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી મિકેનીકલ એંજીનીયરીંગના ત્રીજા વર્ષ સુધીનું શિક્ષણ લીધેલ છે. જીવનમાં કઈંક નવુ અને સ્વતંત્ર રીતે પોતાની કામગીરી કરવા માટે મને પહેલાથી જ મારા પિતાશ્રી તેમજ કુટુંબના સભ્યો ધ્વારા ખુબજ સહકાર મળેલ છે. કોલેજકાળ દરમ્યાન જ મે રોબોટીક્સ તેમજ ઘણા ટેકનીકલ વર્કશોપમાં ખુબજ સફળતાપૂર્વક ભાગ લીધેલ છે ઉપરાંત નવા પ્રોજેક્ટ્સ પણ તૈયાર કરેલ છે. મે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સેમીનારમાં પણ રસપૂર્વક ભાગ લીધેલ છે. મે શરૂઆતથી જ મારા મનમાં પોતાનો સફળ ઉદ્યોગ સ્થાપી સફળ થઈ સમાજ માટે ફાળો આપવાનુ નક્કી કરેલ હતુ. મે માહે ડિસેમ્બર ૨૦૧૫ દરમ્યાન સી.ઈ.ડી. વડોદરા કચેરી ખાતે ઈડીપી મોડ્યુલ-૧ની તાલીમ મેળવી હતી જેમાં ઉદ્યોગ ધંધો સ્થાપવા અંગેની વિસ્તારપૂર્વકની માહિતી તેમજ માર્ગદર્શન મળેલ હતુ. મે મારી પોતાની ઈન્ડસ્ટ્રીઝ સ્થાપવા અંગેના મીશનને આગળ ધપાવવા સ્વબળે યુનાઈટેડ સીક્વન્સીસ નામક એક ફર્મ સ્થાપિત કરેલ હતુ. જેમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ને લગતી R&D, Designing & Analysis, કન્સલટન્સી અને તાલિમ, સોફ્ટવેર, એપ્લીકેશન ડિઝાઈનીંગ, રૂફ ટોપ સોલર ઈનસ્ટોલેશન વિગેરે સેવા પૂરી પાડવામાં આવે છે. આ ફર્મ દ્વારા દિવ્યાંગો માટે કસ્ટમાઈઝ વ્હિકલ બનાવવામાં આવે છે. મને હર હમેશ કઈંક નવા આઈડીયા તેમજ પ્રોજેક્ટના અમલીકરણ કરવામાં ખુબજ રસ હતો જેથી હુ નવા નવા પ્રોડક્ટ વિકસાવી નવા ફર્મ શરૂ કરેલ હતા. જેમા નીચે મુજબના યુનીટ/સર્વીસ મે શરૂ કરેલ છે. મારા હાલના બીઝીનેશ (પાંચેય ફર્મ સાથે) માં મારૂ પોતાનુ કુલ રૂ. ૨૦ લાખનુ રોકાણ કરેલ છે. મારા ઉદ્યોગ દ્વારા કુલ સાત (૭) લોકોને પ્રત્યક્ષ રીતે રોજગારી મળે છે.
ફૂડ ફેબ્રીકેટર્સ, Luxurious & premium chocolates for corporate
યુનાઈટેડ સીક્વન્સીસ સર્જન:, interior designing for luxurious & premium restaurant
ઓટો સીક્વન્સીસ, online washing hub
સંજીવની ફાઉન્ડેશન, સામાજીક સેવા
હુ હમેશા ઉત્સાહી ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપવા માટે તત્પર રહુ છુ.
એક સફળ ઉધોગકાર બનાવવા સી.ઇ.ડીનો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.