હું સરીતાબેન મુકુન્દભાઈ કપુપરા અને ઓમ મુકુન્દભાઈ કપુપરા વર્ષ ૨૦૧૬-૧૭ માં રાજકોટ રીજીયન કચેરી દ્વારા રાજકોટ ઈ.ડી.પી મો-૧ માં તાલીમ પૂર્ણ કર્યા બાદ હેમ વસ્ત્રના નામ હેઠળ એક સાડીનો વ્યવસાય શરૂ કર્યો હતો. અમે એક ઉદ્યોગસાહસિક બનવાનું ઘણા વર્ષો થી સપનું જોયેલું હતું, અમે ગુજરાત સરકાર માટે આભારી છીએ, કે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના અધિકારીઓ માનનીય શ્રી એન.એમ.જાની સર તેમજ શ્રી એમ.એન.દવે સર દ્વારા બુદ્ધિપુર્વક માર્ગદર્શન આપ્યું હતું. અમો તાલીમ પહેલા હેમ સાડી વર્ષ ૨૦૦૦ થી નાના પાયે વેચાણ કરતા હતા. સી.ઈ.ડી ની તાલીમ દરમ્યાન મને ખુબ-ખુબ માહિતી અને માર્ગદર્શન મેળવી વર્ષ ૧૨/૦૨/૨૦૧૮ થી ત્રિકોણ બાગ ખાતે હેમ વસ્ત્રના નામે વ્યાપાર શરૂ કરેલ છે.
હેમ વસ્ત્ર અંગે રાજકોટ ICICI બેંકમાંથી રૂ|- ૯૦,૦૦,૦૦૦ ની શો રૂમના બાંધકામ અંગે લોન મેળવેલ છે. હોમ વસ્ત્ર નું હાલનું કુલ રોકાણ રૂ|. ૧,૦૦,૦૦,૦૦૦/- નું છે. આ શો રૂમમાં હાલ અમારી પાસે ૧૨ માણસો નો સ્ટાફ છે. તેમજ સી.ઈ.ડીની તાલીમ બાદ હું સરીતાબેન મુકુન્દભાઈ કપુપરા, મારા પતિ મુકુન્દભાઈ કપુપરા તેમજ મારા પુત્ર ઓમ મુકુન્દભાઈ કપુપરા સાથે મળી ને આ શો રૂમનું સંચાલન કરી રહ્યા છીએ. આ શો રૂમની સ્થાપના કરવામાં મારા પતિ મુકુન્દભાઈ કપુપરાનો પુરેપુરો સાથ અને સહકાર મળી રહ્યો છે. તેમજ વધુમાં જણાવતા મને આનંદ થાય છે. કે આ શો રૂમ નું સંચાલન કઈ રીતે કરવું જે અંગે મને કોઈ જાણકારે ન હતી. પરંતું સી.ઈ.ડી ની તાલીમમાં આ અંગે મને પુરે પુરી જાણકારી મેળવી મારા આત્મવિશ્વાસ સઘળ બન્યો છે અને અત્યારે હું આ શો રૂમનું સંચાલન સફળતા પુર્વક કરી રહી છું.
હાલ અમારા શો રૂમમાં સાડીનો વેપાર ચાલુ છે. અને ટુંક સમયમાં બીજા અને ત્રીજા માળ ઉપર લેડીઝ વેર નું પણ વેચાણ ચાલુ કરી રહ્યા છીએ. હાલ અમારા શો રૂમનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ૧,૫૦,૦૦,૦૦૦ નું છે. ભવિષ્યમાં સી.ઈ.ડીના અધિકારીઓનો પુરતો સહકાર મેળવી ઉત્તરોતર પ્રગતી કરતા રહિશું.
એક સફળ ઉધોગકાર બનાવવા સી.ઇ.ડીનો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.