Company Name : શનાયા સિક્યુરિટીસ સિસ્ટમ (આઇ) પ્રાઈવેટ લિમિટેડ
Owner Name : શ્રી સંજીવ વિષ્ણુ મોરે
હું સંજીવ વિષ્ણુ મોરે સામાન્ય વર્ગ માંથી આવુ છુ. મારો અભ્યાસ 12પાસ સુધીનો છે.મારા પિતાશ્રી વોચ મેન તરીકે ફરજ બજાવતા હતા.તેમજ મારા કુટુંબની નાણાકીય પરિસ્થિતી બહુ સારી ન હતી.તે જોતાં મે મારા મિત્ર મંડળ થી પ્રોત્સાહિત થઈ ને બિઝનેશ કરવાનું સપનું જોયું.
મને નવું જાણવાની તેમજ કોમ્પુટર શીખવાની ખુબજ ઈચ્છા હતી. કોમ્પુટર વિષેની જાણકારી મેળવ્યા બાદ મે શરૂઆત માં કોમ્પુટર ટ્રેનર ની નોકરી કરી હતી.
1999 નું વર્ષ મારી માટે તક લઈ ને આવ્યું અને મે મારો કોમ્પુટર હાર્ડવેર અને પેરીફેરલ્સ નો બિઝનેશ મારી નવી ફર્મ એબ્સોલ્યુટ સિસ્ટમ અંતર્ગત શરૂ કર્યો.
બિઝનેશ શરૂ કર્યા પછી કોમ્પુટર હાર્ડવેર અને પેરીફેરલ્સ ના સપ્લાયર્સ દ્વારા ટ્રેનિંગ લઈ ને જુદા જુદા ઈક્યૂપમેંટ નું રિપેરિંગ તેમજ ટ્રબલ શૂટિંગ શીખી તેનું રિપેરિંગ પણ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૭ માં મે મારી ફર્મ એબ્સોલ્યુટ સિસ્ટમ ને પ્રાઈવેટ લિમિટેડ કંપની માં ફેરવવા નું નક્કી કર્યું અને શનાયા સિક્યુરિટીસ સિસ્ટમ (આઇ) પ્રાઈવેટ લિમિટેડ અસ્તિત્વ માં આવી.
શનાયા સિક્યુરિટીસ સિસ્ટમ (આઇ) પ્રાઈવેટ લિમિટેડ અંતર્ગત અમે CCTV, Home Automation, IT Infrastructure, PA System for Schools and Industries , GPS Vehical tracking system, Solar panel installation (Small Scale) જેવા સર્વિસ સેક્ટર ના ફીલ્ડ માં અમારી સેવા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં પૂરી પાડીએ છીએ.
વડોદરા ની મંજુસર જી.આઈ.ડી.સી માં આવેલી સયાજી પેકેજિંગ, શ્રેયા એક્સટેક, મનસા ટીએસસીએચ પ્રાઈવેટ લિમિટેડ જેવી કંપનીઑ CCTV તેમજ નેટવર્કિંગ ના કામ ની શનાયા સિક્યુરિટીસ સિસ્ટમ (આઇ) પ્રાઈવેટ લિમિટેડ અંતર્ગત સફળ સેવાઓ લઈ રહી છે. શનાયા સિક્યુરિટીસ સિસ્ટમ (આઇ) પ્રાઈવેટ લિમિટેડ 10 વ્યક્તિઓ ને રોજગાર પૂરું પાડી રહી છે.આ સાથે અંદાજિત 70 થી 80 લાખ નું વાર્ષિક ટર્નઓવર છે.
સંજીવ વિષ્ણુ મોરે દ્વારા નવેમ્બર ૨૦૧૯ માં સી.ઈ.ડી સંસ્થાની વડોદરા રીજનલ કચેરી ખાતે થી ઈ.ડી.પી મોડયુલ ૨ ની તાલીમ લીધેલ છે. આ તાલીમ દ્વારા તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચાલવવા માટે વિવિધ વિષય જેમકે નાણાકીય સંચાલન,હિસાબી વ્યવસ્થા,વિવિધ પ્રકાર ના મેનેજમેંટ વિષે જરૂરી માર્ગદર્શન મળેલ છે. જે તેમના વ્યવસાય ના વિકાસ માં ખુબજ ઉપયોગી થશે.
સંજીવ વિષ્ણુ મોરે દ્વારા ઉદ્યોગસાહસિક ને કોઈપણ પ્રકાર નો બિઝનેશ/ઉદ્યોગ ચાલુ કરતાં પેહલા સી.ઈ.ડી સંસ્થાના ઈ.ડી.પી મોડયુલ ૨ પ્રોગ્રામની તાલીમ અચુક લેવા માટેનો સંદેશો પાઠવેલ છે. જેથી બિઝનેશ/ઉદ્યોગ ચાલુ કરતાં પેહલા વ્યવસ્થિત આયોજન કરી તેનો પૂરતો લાભ મેળવી શકાય.