શ્રી કાર્તિકભાઈ નારણભાઈ ચૌહાણ
કેન્દ્ર : સી.ઈ.ડી. સુરત ઈડીપી મોડ્યુલ-૧ જનરલ
વર્ષ : ૨૦૧૬-૧૭
સી.ઈ.ડી. સુરતની વિભાગીય કચેરી દ્વારા તા. ૧૩ જૂન ૨૦૧૬ થી તા. ૧૫ જુલાઈ ૨૦૧૬ દરમ્યાન જનરલ ઇડીપી મોડ્યુલ-૧ યોજવામાં આવેલ હતો જેમાં કુલ ૩૩ તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો. સદર તાલીમાર્થીઓમાંથી શ્રી કાર્તિકભાઈ નારણભાઈ ચૌહાણ (મો.નં. ૯૯૨૫૨૦૦૫૨૮) એ સીઈડીની તાલીમ લીધા બાદ પોતાનું સપનું સાકાર કરતા સ્વબળે મંડપ શણગાર (ટેન્ટ સમાવેશ) જેવો બિઝીનેશ શરૂ કરેલ છે. જેમાં તેઓએ આ ધંધામાં ખુબ જ મહેનતથી પોતાનો ધંધો વિકસાવેલ છે. તેઓએ હાલમાં નાનકડી રૂમ ભાડે લઇ ધંધો કરી રહ્યા છે. જેમાં તેઓએ પોતાની મુડીથી અંદાજીત કુલ રૂ. ૬ લાખનું રોકાણ કરેલ છે. હાલમાં ૧૫ થી ૨૦ વ્યક્તિઓને કામે રાખેલા છે. અને ભવિષ્યમાં સીજન પ્રમાણે નવી શાખા ખોલવાનું આયોજન કરી લગભગ ૫૦ વ્યક્તિઓને રોજગારી આપવાનો સંકલ્પ કરેલ છે.