Company Name :ચિરાગ સાડી, મેન્સ વેર અને ચિલ્ડ્રન વેર
Owner Name : શ્રીમતી સબિતા માણેક
હું સબિતા ચૈતન્ય માણેક બીઝનેશ ફેમિલી માંથી આવુ છુ. મારા પતિશ્રી સાડી અને રેડિમેન્ટ ગારમેન્ટ ના વ્યવસાય સાથે જોડાયેલ હોઈ અમારે ચિરાગ સાડી, મેન્સ વેર અને ચિલ્ડ્રન વેર ના નામે અભિલાષા ચાર રસ્તા ન્યુ સમા રોડ વડોદરા ખાતે વર્ષ ૨૦૦૪ થી શોપ છે. ત્યા અમે સ્કુલ યુનિફોર્મ નો પણ નાના પાયે વેપાર કરતા. વડોદરા નો આ એરિયા શાળાઓ થી ભરચક હોવાને કારણે ઘણા વાલીઓની સ્કુલ યુનિફોર્મ ની પુછપરછ આવતી રહેતી હતી. અમે વ્યાજબી ભાવે સારી ગુણવત્તા વાળી પ્રોડકટ આપવામાં માનીયે છીએ.
ગ્રાહક ની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અમને સ્કુલ યુનિફોર્મ જાતે તૈયાર કરી વ્યાજબી ભાવે સારી ગુણવત્તા માં વાલીઓને તેમજ સ્કુલ ને સપ્લાય કરી શકાય એવા અભિગમ સાથે સી.ઈ.ડી.ની ઉદ્યોગ સાહસિકતા તાલિમમાં માહે ફેબ્રુઆરી ૨૦૧૮ માં ભાગ લીધેલ અને સફળતા પૂર્વક પૂર્ણ પણ કરેલ.
મને સી.ઈ.ડી. વડોદરા કચેરીના અધિકારીઓશ્રીના સતત વહીવટી અને લોન અંગે ઉધોગને લગતુ માર્ગદર્શન મળતુ રહેતુ હતુ. ત્યારબાદ જીલ્લાઉધોગ કેન્દ્ર ધ્વારા સરકારશ્રીની એમ.એસ.એમ.ઈ. સ્કીમ અંતર્ગત લોન અરજી અંગે સી.ઈ.ડી. ના માર્ગદર્શન થી રેડીમેન્ટ ગારમેન્ટ મેન્યુફેકચરીંગ શરૂ કરવા લોન અરજી કરેલ હતી. જીલ્લા ઉધોગ કેન્દ્ર ધ્વારા બેન્ક ઓફ બરોડા માં મારી લોન અરજી કરી ભલામણ કરવામાં આવેલ હતી બેન્ક ઓફ બરોડા ધ્વારા રૂ. ૧૬,૧૫,૦૦૦ ની લોન મળેલ છે.
સબિતા ચૈતન્ય માણેક (SCM) ના નામે માહે ડિસેમ્બર ૨૦૧૮ થી યુનિટ ની સ્થાપના કરી અને ધીરે ધીરે હું મારો બિઝનેશ વધારો કરતી ગઈ. હાલ અમે વડોદરા ખાતે આવેલી ઈગલ આર્મી પબ્લિક સ્કુલ, નવરચના સ્કુલ તેમજ મફતલાલ જેવી નામાંકીત સંસ્થા સાથે કન્સલટન્સી નું કામ કરીય છીએ અને GSFC INDUSTRY તેમજ ગોરજ મેડિકલ, વડોદરા કોલેજ માટે યુનિફોર્મસ તૈયાર કરી આપીયે છીએ
મારૂ રોકાણ મશીનરી તેમજ ચાલુ મૂડી ૧૫,૨૦,૯૨૦ અને અન્ય રોકાણ ૭,૦૦,૦૦૦ થઈને યૂનિટ નુ રોકાણ અંદાજિત ૨૨,૨૦,૯૨૦ થયેલ છે. હાલમાં અમે લગભગ ૦૭ માણસો ને રોજગારી પૂરી પાડીયે છીએ. અમારા યુનિટ માં તદ્દન આધુનિક મશીનરી જેવીકે ઓટોમેટીક ગાજ-બટન, ઈન્ટરલોક વિથ ડબલ થ્રેડીંગ, મશીનરી વસાવેલ છે. જેમાં અમને લોન થી ઘણી સહાય મળેલ છે. દિવસે-દિવસે અમારો નફો વધતોજ જાય છે. યુનિટ શરૂ થયા બે માસમાં અંદાજે ૧૦,૦૦,૦૦૦ નુ ટર્ન ઓવર કરેલ છે.
એક સફળ ઉધોગસાહસિક તરીકે હું સી.ઈ.ડી., બેન્ક ઓફ બરોડા તેમજ જીલ્લા ઉધોગ કેન્દ્ર ની ખુબ જ આભારી છુ. અને મહિલા તરીકે હું ગર્વ અનુભવું છુ કે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી સફળ ઉધોગ સાહસિક તરીકે આગળ આવેલ છુ. સી.ઇ.ડી ધ્વારા નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય અને પોતાનું યુનિટ શરૂ કરે અને સફળ ઉધોગસાહસિક થાય તેવી મારી શુભકામનાઓ.
શ્રીમતી સબિતા માણેકના યુનીટનું સરનામું:
અભિલાષા ચાર રસ્તા, ન્યુ સમા રોડ, વડોદરા