હું કિરીટ મકવાણા, મારો જન્મ અમદાવાદ ખાતે ૦૯-૦૬-૧૯૬૫ ના રોજ થયો હતો. મે કોમર્સમાં સ્નાતકની ડિગ્રી તેમજ રેફ્રીજરેશન ક્ષેત્રમાં ડિપ્લોમા મેળવેલ છે. મારા અભ્યાસ બાદ ૧૨ વર્ષ સુધી પેટ્રોફીલ્સ કંપની ખાતે સેવા બજાવેલ હતી. ત્યારબાદ ગેલ તેમજ એલ એન્ડ ટી કંપનીમાં પણ ફરજ બજાવેલ. મારૂ સપનુ મારો પોતાનો સ્વતંત્ર ધંધો સ્થાપી સક્ષમ થવા તેમજ રોજગારી આપવાનું હતુ જેને સાકાર કરવાના પ્રયાસ રૂપે સૌપ્રથમ મે રેફ્રીજરેશન અને એ.સી. સર્વીસીંગનો ધંધો શરૂ કરેલ હતો જેમાં મે ઘણા વર્ષો પસાર કરેલ. ત્યારબાદ મારા મનમાં નવો ધંધો શરૂ કરવાનો વિચાર આવેલ અને તેના માટેના યોગ્ય માર્ગદર્શન અર્થે સી.ઈ.ડી. સંસ્થાની વડોદરા કચેરી ખાતે શ્રી ધર્મેંદ્ર પંડ્યાનો સંપર્ક કરેલ હતો. મુલાકાત દરમ્યાન મને ઈડીપી તાલીમની માહિતી મળતા મે વડોદરા ખાતે માહે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૮ દરમ્યાનની મોડ્યુલ-૨ (૧૫ દિવસ) તાલીમમાં ભાગ લીધેલ હતો.
તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મે આર.સી.સી. પેવર બ્લોક્સ મેન્યુફેક્ચરીંગનો ધંધો શરૂ કરાવાનો પ્લાન કરેલ હતો જે અંતર્ગત મે પી.એમ.ઈ.જી.પી. સ્કીમમાં ફોર્મ ભરેલ હતુ જે મંજૂર થતા મને બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કુલ રૂ. ૧૫ લાખની લોન મંજૂર થયેલ હતી. મે કપૂરાઈ ચોકડી ખાતે શેડ લીધેલ છે જ્યા મશીનરી સ્થાપિત કરીને ઉત્પાદન પણ તા: ૦૬/૦૯/૨૦૧૮ ના રોજ ચાલુ કરી દીધેલ છે.
એક સફળ ઉધોગકાર બનાવવા સી.ઇ.ડીનો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.