Company Name : સાઈ પ્રીસીશન વર્ક્સ
Owner Name : શ્રીમતી સુનિતા પંચાલ
હું સુનિતા પંચાલ, મારો જન્મ સિદ્ધપુર ખાતે ૩૦-૦૫-૧૯૭૧ ના રોજ થયો હતો. મારો ઉછેર મધ્યમ પરીવારમાં થયેલ તેમજ એસ.એસ.સી. સુધીનું શિક્ષણ લીધેલ. મને નાનપણ થી જ પોતાનો અલગ ધંધો કરવાની તીવ્ર ઇચ્છા હતી. મારા પતિનો એક નાનો જોબવર્કનો ધંધો હતો જે જોતા કઈક નવીન કરવાની આશા જાગી. મને મારા પતિ તરફથી ખુબજ માર્ગદર્શન તેમજ મોટીવેશન મળતુ રહેતુ હતુ. તેઓ પણ મને પોતાનુ અલાયદુ યુનિટ સ્થાપવા માટે ઉત્સાહિત કરતા રહેતા હતા. મને સારુ એવુ તકનીકી જ્ઞાન પણ હતુ જે મને મારા નવા ઉદ્યોગ માટે ખુબજ ઉપયોગી બની રહેવાનુ હતુ. આમ મે મારુ નવુ યુનિટ સ્થાપવાના સ્વપ્ન સાથે સી.ઈ.ડી.ની ઉદ્યોગ સાહસિકતા તાલિમમાં માહે ફેબ ૨૦૧૮ માં ભાગ લીધેલ અને સફળતા પૂર્વક પૂર્ણ પણ કરેલ. ત્યારબાદ સરકારશ્રીની પી.એમ.ઈ.જી.પી. સ્કીમ અંતર્ગત લોન સહાય માટે અરજી કરેલ જે થકી મને બેંક ઓફ બરોડા દ્વારા કુલ રૂ. ૨૨.૮૦ લાખની લોન મળેલ.
મે મારુ નવુ એન્જીનીયરીંગ મેન્યુફેક્ચરીંગ યુનીટ માહે જુન ૨૦૧૮ ના રોજ "સાઈ પ્રીસીશન વર્ક્સ” ના નામથી શરૂ કર્યુ. જેમાં અમો વિવિધ કમ્પનીઓ માટે એંજીનીયારીંગ કોમ્પોનેન્ટ્નું જોબવર્ક કરીએ છીએ. અમારી પાસે વી.એમ.સી. મશીન છે. હાલ કુલ ૭ સભ્યો કાર્ય કરે છે.
એક સફળ ઉધોગકાર બનાવવા સી.ઇ.ડીનો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.