Company Name : સહેલી શેરવાની હાઉસ
Owner Name : શ્રી વકાર એહમદ
શ્રી વકાર એહમદ નો જન્મ તા: ૧૦/૧૦/૧૯૪૬ના રોજ થયો હતો. તેમણે બી.કોમ, બી.એડ સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓને નાનપણથી જ ઉદ્યોગ ધંધા પ્રત્યે રુચિ હતી તેમજ સમાજ માટે તેમજ લોકોને રોજગારી મળી રહે તેવી ભાવના પણ હતી. આમ એક સફળ ઉદ્યોગસાહસિક બનવાના સ્વપ્નને સાકાર કરવા તેઓએ સી.ઈ.ડી. જ્યારે GIIC-GIDC અંતર્ગત એક સ્વતંત્ર સેલ તરીકે કામગીરી કરી રહ્યુ હતુ તે દરમ્યાન સને ૧૯૭૬મા ૩ માસની તાલીમ લીધેલ હતી જેમાં ઉદ્યોગ ધંધા અંગેના વિવિધ અગત્યના પાસાઓ, નાણાકિય સંચાલન, માર્કેટીંગ, સરકારી સહાય, સિદ્ધિ પ્રેરણા વિગેરે વિષયો વિશે જાણકારી મળેલ હતી. તાલીમ પૂર્ણ થયા બાદ એ સમયમાં બેંક ઓફ ઈન્ડીયામાંથી રૂ. ૬૦,૦૦૦/- ની લોન લઈને તેઓએ પોતાનો સ્વતંત્ર રેડીમેડ ગારમેન્ટનો ધંધો શરૂ કરેલ જેમાં વર્ષોવર્ષ નવા નવા આયમો સર કરીને હાલ "સહેલી શેરવાની હાઉસ” નામથી મોટુ યુનીટ ધરાવે છે જેમાં હાલનું કુલ રોકાણ રૂ. ૧ કરોડથી પણ વધુ છે. હાલમાં કુલ ૧૨ કારીગરોને રોજગારી પણ આપે છે. હાલ તેઓ રાયખડ ખાતે મેન્યુફેક્ચરીંગ યુનીટ તેમજ શોરૂમ ધરાવે છે. તેમની પત્ની ખુર્શીદ ઝમાની કે જેઓ આ કામગીરીના જાણકાર છે અને તેમનો પુત્ર સમીર કે જેણે એન.આઈ.ડી. સંસ્થામાંથી પ્રોફેશનલ કોર્ષ કરેલ છે તેઓ પણ આ ધંધામાં પૂર્ણ સહયોગ આપે છે. તેઓના પત્ની ખુર્શિદ ઝમાની સિવણ તેમજ ફેશન ડીઝાઈનીંગ ક્ષેત્રે ખુબજ યોગદાન આપે છે. તેઓ સાથે રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યુ કે તેઓને પહેલાથીજ તેમના પતિ તથા સંબંધીઓનો ખુબજ સહકાર તેમજ કામ કરવાની સ્વતંત્રતા મળેલ છે. તેઓ પોતે પણ ધંધામાં નવા નવા આઈડીયા સામેલ કરે છે.
સી.ઈ.ડી. સંસ્થા શ્રી વકાર એહમદને તેમના ઉદ્યોગ ધંધા માટે ખુબજ શુભેચ્છઓ આપે છે તેમજ તેમાં ઉતરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખે છે.
શ્રી વકાર એહમદના યુનીટનું સરનામું : સહેલી શેરવાની હાઉસ, સુંદરી હોલની સામે, રાયખડ, અમદાવાદ-૩૮૦૦૦૧
મોબાઈલ નં. ૯૩૭૫૭૭૫૫૭૩, સમીર વકાર એહમદ – ૯૩૨૮૨૪૯૨૦૮