જૈનિક સુધીરચંદ્ર શાહ
"હિંમત વગર સાહસ શકય નથી અને સાહસ વિના ઉદ્યોગ શકય નથી”
મને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે, ઉપર મુજબ ધંધાની પ્રેરણાનો સંબંધ મને સીઈડીની તાલીમ દ્વારા જ જાણવા મળી. હું જૈનિક સુધીરચંદ્ર શાહ, સીઈડીનો તાલીમાર્થી છુ. વર્ષ ૨૦૧૬ સુધી હું નોકરી કરતો હતો, પરંતુ ત્યારબાદ મનમાં નાનો-મોટો ઉદ્યોગ કરવો તેની વિચારધારા સતત ચાલતી હતી. દરમ્યાન સીઈડી સંસ્થા દ્વારા સંચાલિત કાર્યક્રમોની જાણકારી પ્રાપ્ત થઈ. મેં તરત જ આ તક ઝડપી અને માનનીય શ્રી જયેશભાઈ દવેની મુલાકાત લીધી, જેમાં શ્રી જયેશભાઈએ મને સંસ્થા દ્વારા સંચાલિત કાર્યક્રમોની વિગતવાર માહીતી આપેલ અને યોગ્ય માર્ગદર્શન આપી મને કાર્યક્રમમાં જોડાવા પ્રોત્સાહિત કરેલ. કાર્યક્રમમાં જોડાવા માટે જરૂરી ડોકયુમેન્ટ સાથે ફોર્મ ભરી દીધેલ. સંસ્થા દ્વારા પત્ર મળતાં મેં લેખિત તેમજ મૌખિક પરીક્ષા પાસ કરેલ.અને હવે અમારી તાલીમની શરૂઆત થઈ. ખરેખર આનંદની વાત એ છે કે, કાર્યક્રમની તાલીમ દરમ્યાન જુદા જુદા વિષયોનાં નિષ્ણાતો / ફેકલ્ટીઓએ અમોને ખુબજ જરૂરી માહીતી, સચોટ માર્ગદર્શન અને આત્મવિશ્વાસમાં વધારો કરે તેવુ મોટીવેશન પૂરૂ પાડેલ છે, જે અમોને ખુબજ ઉપયોગી તેમજ પ્રેરણાદાયી બની રહેલ છે.
તાલીમ દરમ્યાન ફેકલ્ટી દ્વારા ધંધા માટે જરૂરી માહીતી જેવી કે મૂડી રોકાણ, ધંધામાં ગોલ સેટ કરવા, હિસાબી નોંધો, વિવિધ તકો ઉભી કરવી,માર્કેટીંગની રીતો, ફેકટરીનું સેટ-અપ, તેમજ સરકાર દ્વારા પ્રાપ્ત સવલતો જેવી ઘણી માહીતી અમોને પ્રાપ્ત થયેલ.
માહીતીસભર તાલીમના અંતે મને સીઈડી દ્વારા સર્ટીફીકેટ મળેલ જેના આધારે વિવિધ સરકારી ધિરાણ યોજનામાં વિશિષ્ટ લાભ મળેલ. આ.ના પરિણામસ્વરૂપ મેં મેન્યુફેકચરીંગ યુનિટ ચાલુ કરેલ જેમાં સર્જીકલ સાધનો બનાવવાની સાથે એન્જીયરીંગ જોબ વર્ક પણ ચાલુ કરેલ. હાલ છેલ્લા ૧૦ મહીનાથી જોબ વર્ક નું કામ મોટા પાયા પર સફળતાપુર્વક ચાલી રહ્યુ છે.
મારી ધંધાની પ્રગતિ તથા કારકીર્દીની લાંબી અને સફળ યાત્રા માટે ખરો યશ મારી સીઈડી સંસ્થાની તાલીમ, ફેકલ્ટી મેમ્બરો, અને સમગ્ર ટીમને આભારી છે.હું ખરેખર અંતકરણપૂર્વક સંસ્થાનો ઋણી રહીશ. હું મને મળેલ જ્ઞાન અને અનુભવનો લાભ ફેકલ્ટી મેમ્બર તરીકે આપીશ.