Company Name : M D Corporation
Owner Name : શ્રીમતી મીના શર્મા
હું મીના શર્મા, બીઝીનેશ ફેમિલી માંથી આવુ છુ. મને હંમેશા હાલના મારા પતિના વ્યવસાયથી અલગ પોતાનો ધંધો કરવાની તીવ્ર ઇચ્છા હતી. મારા પતિનો કેટરીંગ ઉદ્યોગ છે જે જોતા મને એના લગતું કઈક નવીન કરવાની આશા જાગી. મને મારા પતિ તરફથી ખુબજ માર્ગદર્શન તેમજ મોટીવેશન મળતુ રહેતુ હતુ. તેઓ પણ મને પોતાનુ અલાયદુ યુનિટ સ્થાપવા માટે ઉત્સાહિત કરતા રહેતા હતા. મને ઉદ્યોગ ધંધાને લગતુ સારુ એવુ જ્ઞાન હતુ જે મને મારા નવા ઉદ્યોગ માટે ખુબજ ઉપયોગી બની રહેવાનુ હતુ. આમ મે મારુ નવુ યુનિટ સ્થાપવાના સ્વપ્ન સાથે સી.ઈ.ડી.ની ઉદ્યોગ સાહસિકતા તાલિમમાં માહે ફેબ ૨૦૧૮ માં ભાગ લીધેલ અને સફળતા પૂર્વક પૂર્ણ પણ કરેલ. મને સી.ઈ.ડી. વડોદરા કચેરીના અધિકારીશ્રી દ્વારા સતત માર્ગદર્શન મળતુ રહેતુ હતુ. ત્યારબાદ સરકારશ્રીની પી.એમ.ઈ.જી.પી. સ્કીમ અંતર્ગત લોન સહાય માટે અરજી કરેલ જે થકી મને બેંક દ્વારા કુલ રૂ. ૮ લાખની લોન મળેલ.
મે મારુ નવુ રોટી મેકીંગ યુનિટ માહે ઓગષ્ટ ૨૦૧૮ ના રોજ અકોટા ખાતે શરૂ કરેલ છે જેમાં એક રોટી મેકીંગ મશીન છે જે એક કલાકમાં ૧૭૦૦ રોટલીઓ બનાવવાની કેપેસીટી ધરાવે છે. હાલ મારા યુનિટમાં ૫ સભ્યો કાર્ય કરે છે.
એક સફળ ઉધોગકાર બનાવવા સી.ઇ.ડીનો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.