Company Name : વેરાઈટી હોમમેડ
Owner Name : શ્રીમતી પ્રિતીબેન સંઘવી
શ્રીમતી પ્રિતીબેન સંઘવીએ બી.એ. તથા બી.એડ (અપૂર્ણ) સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓનો જન્મ તા: ૩૧/૧૦/૧૯૭૫ ના રોજ અમદાવાદ ખાતે થયેલ હતો. તેઓને પહેલાથી જ પોતાનો સ્વતંત્ર ધંધો ખોલવામાં રસ હતો. ઉપરાંત કૂકીંગનો પણ બચપનથી જ શોખ હતો. તેઓ પોતાના શોખને ધંધામાં ફેરવવાની ઈચ્છા રાખતા હતા. તેઓએ એક કૂંકીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાં તેઓ પ્રથમ આવ્યા હતા ત્યાથી જ નક્કિ કરેલ કે હવે પોતાનો અલગ વ્યવસાય કરવો છે. તેઓએ પોતાના સપના સાકાર કરવા સાલ ૨૦૧૫માં સી.ઈ.ડી. કચેરી, બચત ભવન, અમદાવાદ ખાતે ઈડીપી મોડ્યુલ-૨ ની તાલિમ લીધેલ હતી જેમાં ઉદ્યોગ ધંધાને લગતા તમામ પાસાઓની માહિતી લીધેલ અને તાલિમ દરમ્યાન ખુબજ મોટીવેશન મળેલ હતુ.
તેઓને સરકારશ્રી દ્વારા રૂ. ૭૦,૦૦૦/- ની લોન મળેલ હતી અને તાલીમ પૂર્ણ કરીને તેઓએ "વેરાઈટી હોમમેડ” નામથી પોતાનો અલગ ફૂડ આઈટમનો વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં તેઓ ઘરેથીજ કુલ ૪૦ અલગ અલગ પ્રકારના નાસ્તા/ફૂડ આઈટમ બનાવે છે. તેઓની પાસે મહિલાઓની ટીમ છે જે તેમને ધંધામાં મદદરૂપ થાય છે. તેઓ આ ફૂડ આઈટમની ડીલીવરી ઘરેથી જ કરે છે. હાલમાં તેઓએ ધંધામા કુલ રૂ.૨,૦૦,૦૦૦/- નું રોકાણ કરેલ છે. હાલમાં તેઓનું યુનિટ પ્રગતિનગર, નારણપુરા ખાતે કાર્યરત છે.
સી.ઈ.ડી. સંસ્થા શ્રીમતી પ્રીતિબેન સંઘવીને તેમના ઉદ્યોગ ધંધા માટે ખુબજ શુભેચ્છઓ આપે છે તેમજ તેમાં ઉતરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખે છે.
શ્રીમતી પ્રીતિબેન સંઘવીના યુનીટનું સરનામું:
પ્રગતિનગર, અમદાવાદ-૩૮૨૪૧૫
મોબાઈલ નં. ૯૩૨૭૦૪૧૬૨૨