શ્રી દિક્ષિત મોરડીયા
ટીશર્ટ મેનીયા
શ્રી દિક્ષિત મોરડીયાનો જન્મ તા: ૨૬/૦૧/૧૯૯૬ના રોજ થયો હતો. તેમણે ડિગ્રી સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ છે. તેઓને અભ્યાસ દરમ્યાન જ ઉદ્યોગ ધંધા પ્રત્યે રુચિ જાગી હતી અને પોતાનો એક સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. આમ એક સફળ ઉદ્યોગસાહસિક બનવાના સ્વપ્નને સાકાર કરવા તેઓએ સાલ ૨૦૧૮માં સી.ઈ.ડી.ની તાલીમ લીધેલ હતી જેમાં ઉદ્યોગ ધંધા અંગેના વિવિધ અગત્યના પાસાઓ, નાણાકિય સંચાલન, પ્રોજેક્ટ રીપોર્ટ, માર્કેટીંગ, સરકારી સહાય, સિદ્ધિ પ્રેરણા વિગેરે વિષયો વિશે જાણકારી મળેલ હતી.
તાલીમ પૂર્ણ થયા બાદ તેઓએ પોતાના ફન્ડ સાથે વ્યવસાય શરૂ કરેલ હતો જેમાં તેઓ અને તેમના એક પાર્ટનર ટી-શર્ટ ના જોબવર્ક અને પ્રીન્ટીંગની કામગીરી કરે છે. તેઓના વેન્ચરનું નામ "ટીશર્ટ મેનીયા” છે જેની શોપ હાલ ન્યુ ઈન્ડીયા કોલોની, નિકોલ ખાતે આવેલ છે. હાલમાં ધંધામાં તેઓએ રૂ. ૪.૫૦ લાખનું રોકાણ કરેલ છે. તેઓનું સ્વપ્ન ભવિષ્યમાં એક ફુલફ્લેજ્ડ શોરૂમ બનાવવાની છે.
સી.ઈ.ડી. સંસ્થા શ્રી દિક્ષિત મોરડીયાને તેમના ઉદ્યોગ ધંધા માટે ખુબજ શુભેચ્છાઓ આપે છે તેમજ તેમાં ઉતરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખે છે.