શ્રી હર્ષલ પી. ભાવસાર
પવનપુત્ર એન્ટરપ્રાઈસ
હું હર્ષલ પરેશકુમાર ભાવસાર, પવનપુત્ર એન્ટરપ્રાઈસનો માલિક અને સીઈડી નો તાલીમાર્થી છુ. પહેલા હું નોકરી કરતો હતો. એક જુના તાલીમાર્થી દ્વારા મને સીઈડી દ્વારા સંચાલિત કાર્યક્રમો વિશેની જાણકારી મળી.
સીઈડીમાં રૂબરૂ મુલાકાત લેતા શ્રી જયેશભાઈ દવેએ સીઈડી દ્વારા સંચાલિત સઘળા કાર્યક્રમો અને તેની વિગતવાર માહિતી આપેલ. કાર્યક્રમમાં જોડાવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરીને જમા કરાવેલ. ત્યારબાદ પત્ર મળતા મેં લેખિત તેમજ મૌખિક પરીક્ષા પાસ કરેલ અને ત્યારબાદ મારી તાલીમ શરૂ થઈ.
ખરેખર આનંદની વાત એ રહી કે કાર્યક્રમ દરમ્યાન સીઈડી દ્વારા બોલાવવામાં આવેલ જુદા જુદા વિષયોનાં નિષ્ણાતો / ફેકલ્ટીઓએ અમોને ખુબજ જરૂરી માહીતી, યોગ્ય માર્ગદર્શન અને મોટીવેશન પુરૂ પાડેલ જે અમોને ખુબજ ઉપયોગી થયેલ છે.
સીઈડીમાં જોડાતા પહેલા મારે ધંધો કરવો જ છે, અને કયા ધંધામાં આગળ વધવું તે વિચારી રાખ્યું હતુ. પરંતુ કાર્યક્રમ દરમ્યાન જે વિશિષ્ટ જાણકારી અમોને પ્રાપ્ત થયેલ છે, જેવી કે ,મૂડી રોકાણ, ધંધામાં ગોલ સેટ કરવા, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, હિસાબી નોંધો, માર્કેટીંગની રીતો, તક ઉભી કરવી, ફેક્ટરીનું સેટ અપ , સરકાર દ્વારા પ્રાપ્ત થતી સવલતો વગેરે વગેરે,
માહીતીસભર તાલીમના અંતે મને એન્ટરપ્રિન્યોરશીપનું સર્ટીફીકેટ મળેલ, જેના આધારે મને એકઝિબીશન કરવાની તક મળી. આના પરિણામે મને પ્રોડકટની બ્રાન્ડ બનાવતા શીખવા મળ્યુ, અને મેં મારા બિઝનેશમા પ્રગતિ કરીને નવી બ્રાન્ડની પ્રોડકટ લોન્ચ કરી જેવી કે નીમ યુકત પોતુ કરવાનું લિકવીડ, નેચરલ દિવેલ અને તેલમાંથી બનતુ પોતુ કરવાનુ લિકવીડ, કપડા ધોવાનું અને વાસણ સાફ કરવાનું લિકવીડ. ઉપરોક્ત દર્શાવેલ તમામ લોકપ્રિય પ્રોડકટ એન્ટી બેકટેરીયલ તેમજ એલર્જી ના થાય તેવા પ્રકારની હોઈ સર્વેએ ખુબજ પસંદ કરી.
હાલના સંજોગોમાં ઈશ્વર ક્રુપાથી અને મારા માનવંતા ગ્રાહકોના અનન્ય પ્રેમ ને કારણે મારી તમામ પ્રોડકટ રીટેઈલ માર્કેટ તેમજ મોલ-માર્કેટ્માં પદાર્પણ કરી ધૂમ મચાવી રહી છે અને ટુંક સમયમાં ઈન્ટરનેટના ગ્લોબલ માર્કેટમાં પણ પ્રવેશ કરવાની તૈયારી શરૂ કરેલ છે.
મારી કારકીર્દીની લાંબી અને સફળ યાત્રા તેમજ મારી પ્રગતી નો ખરો યશ ઈશ્વરક્રુપા બાદ મારી સીઈડી સંસ્થા, તેમના ફેકલ્ટી મેમ્બરો અને સમગ્ર ટીમને આભારી છે. હું ખરેખર અંતકરણપૂર્વક સીઈડીનો ઋણી રહીશ, હાલમાં હું મને મળેલ જ્ઞાન અને અનુભવનો લાભ ફેકલ્ટી મેમ્બર તરીકે સીઈડીમાં આપી ઋણ અદા કરી રહ્યો છુ.