Trust Name : Sapphire Health Care
Main Trusty : Sarthakbhai Dave
શ્રી સાર્થકભાઇ ભારતેન્દુભાઇ દવે ભાવનગરના રહેવાસી છે. બચપણથી જ તેઓ ઉધોગપતિ થવાનું સ્વપ્ન સેવતા હતા. તેઓએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી એમ.ફાર્મ (ફાર્માસ્યુટીકલ કેમેસ્ટ્રી)ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ એક વર્ષ સુધી ફાર્માસ્યુટીકલ એકમમમાં નોકરીનો પ્રેકટીકલ અનુભવ મેળવ્યો. ત્યારબાદ તેમણે સેફાયર ફાર્માસ્યુટીકલ્સના નામથી ફાર્માસ્યુટીકલ આઇટમોના વેચાણનો પ્રારંભ કર્યો. આમ ટેકનીકલ અને માર્કેટીંગ એમ બન્ને ક્ષેત્રનો અનુભવ મેળવી ઉત્પાદન ક્ષેત્ર તરફ જવાની કેડી કંડારી.
ઉત્પાદન ક્ષેત્રે પર્દાપણ કરવા માટે હજુ પણ કાંઇક ખુટતુ હોય તેમ લાગતુ હતુ. આ "ખુટતી કડી" એટલે ઉધોગના સંચાલનની માહિતી અને અનુભવનો અભાવ. હવે તેમણે આ દિશામાં પણ નિપુણતા પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો શરૂ કર્યા. તેમને માહિતી પ્રાપ્ત થઇ કે સી.ઇ.ડી. સંસ્થા દવારા નવા ઉધોગ સાહસિકો માટે આંત્રપ્રિનીયોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. આ અંગે તેમણે વર્તમાનપત્ર દવારા માહિતી મળી કે સી.ઇ.ડી. સંસ્થા દવારા ભાવનગર ખાતે ચાર અઠવાડીયાનો ઇ.ડી.પી(જન.)મો-૧ તાલીમી કાર્યક્રમ શરૂ થઇ રહેલ છે તેથી તુરત જ તેમણે તાલીમી કાર્યક્રમમાં જોડાવવા માટે અરજી કરી. તાલીમાર્થી તરીકે પસંદ થયા બાદ તેમણે ચાર અઠવાડીયાની તાલીમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી "ખુટતી કડી"નો અવરોધ દુર કર્યો.
આ તાલીમ માંથી તેઓએ માર્કેટ સર્વે, માર્કેટીંગ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન, પ્રોજેકટ રિપોર્ટ, સરકારશ્રીની જુદી-જુદી યોજનાઓ વિશે એમ સફળ ઉધોગ સંચાલનના વિવિધ પાસાઓની વિષય નિસ્ષ્ણાંતો પાસેથી તલસ્પર્શી માહિતી મેળવવા સાથે સાથે સિધ્ધી પ્રેરણાની તાલીમ દરમ્યાન વિવિધ રમતો, લેકચરો દવારા "સ્વ" પરિચય પણ મેળવ્યો અને આમ પોતાનો આત્મવિશ્ર્વાસ દ્રઢ બન્યો. તાલીમ પૂર્ણ કર્યાબાદ તેમણે સી.ઇ.ડી-ભાવનગરના માર્ગદર્શન હેઠળ પીએમઇજીપી અંતર્ગત નાણાકિય સહાય મેળવવા માટે અરજી કરી અને શ્રી સાર્થકભાઇની પાત્રતા જોઇ યુનિયન બેંક ઓફ ઇન્ડીયા દવારા તેમને રૂ.૫,૦૦,૦૦૦/-ની નાણાકીય સહાયતા પ્રાપ્ત થઇ. તેથી શ્રી સાર્થકભાઇ દવેએ મે.સેફાયર હેલ્થ કેરના નામથી ૨૬, વિશ્ર્વકર્મા ઇન્ડ. એસ્ટેટ, ચિત્રા, ભાવનગર ખાતે ઓકટોબર-૨૦૧૫માં પોતાના એકમનો પ્રારંભ કરેલ છે. હાલમાં તેમાં ન્યુટ્રિશનલ ફુડ સપ્લીમેન્ટની વિવિધ આઇટમો જેવીકે એનર્જી પાવડર, ગ્લુકોઝ પાવડર ત્થા વિટામીન બી-૧૨, સપ્લીમેન્ટસ વિગેરેનું ઉત્પાદન કરે છે. ટુંકાગાળામાં તેમની પ્રોડકટો એ માર્કેટમાં માનભર્યુ સ્થાન મેળવ્યુ છે. ભવિષ્યમાં શ્રી સાર્થકભાઇ સ્કીન ક્રીમ અને વિવિધ પ્રકારની ટેબલેટ અને કેપ્સ્યુલનું ઉત્પાદન કરી ફાર્માસ્યુટીકલ અંગે નવા-નવા સોપાનો સર કરવા માંગે છે.