Company Name :લવલી બેકરી
Owner Name : શ્રી શબ્બીરહુસેન અબ્દુલભાઈ પાનવાલા
હું શબ્બીરહુસેન અબ્દુલભાઈ પાનવાલા સામાન્ય વર્ગ માંથી આવુ છુ. મને શરૂઆત થી જ બેકરી પ્રોડક્ટ્સ ના ઉત્પાદન માં વિશેષ રસ હતો.બેકરીનું આધુનિકીકરણ કરી પોતાના યુનિટને આધુનિક બનાવવાની તીવ્ર ઈચ્છા હતી. મને મારા પિતા તેમજ ભાઈઓ તરફથી સ્વતંત્ર ઉધોગ કરવા માટેની સતત પ્રેરણા મળતી રહેતી હતી.
અમદાવાદ ખાતે ઇટાલિયન બેકરીમાં 3થી4 વર્ષ નોકરી કરેલ હતી અને બેકરી પ્રોડક્ટ્સની બનાવટ અંગે અનુભવ લીધેલ છે.
વર્ષ 2010 થી લવલી બેકરી નામ નું યુનિટ વડોદરા જીલ્લા ના ડભોઈ ખાતે નાના પાયે લાકડા ના ઈંધણ વાળી દેશી ભઠી થી શરૂ કરેલ હતુ. જેમાં વધુ મેહનત અને માનવકલાકો જતાં તેમજ પ્રોડક્શન ઓછું થતું હતું. અમદાવાદ ખાતે યોજાયેલ ખાદ્યખોરાક એક્સિબિશન ના વેપારી દ્વારા આધુનિક મશીનરી વિષે મને માર્ગદર્શન મળ્યું. જેથી મને આધુનિક મશીનરી લેવાની પ્રેરણા મળી.
મારા યુનિટ માં મશીનરી નું આધુનિકરણ કરવા માટે મારી પાસે પૂરતી માહિતી અને માર્ગદર્શન ન હોવાથી મે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન,વડોદરા કચેરી નો સંપર્ક સાધ્યો.જ્યાંથી મને ઇ.ડી.પી મોડ્યુલ-2 પ્રોગ્રામ ની માહિતી મળી હતી અને આ પ્રોગ્રામ ની તાલીમ લીધા બાદ મને મારા તમામ પ્રશ્નો નો ઉકેલ મળ્યો હતો.
આ તાલીમ ના પ્રમાણપત્ર ની મદદ થી મને મારા યુનિટ ના આધુનિકરણ માટે સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા,ડભોઈ ની મદદ થી લોન ની સહાય મળેલ છે. જે લોન ની મદદથી રેક ઓવન તેમજ ખારી શિફ્ટર મશીન ખરીદેલ છે જેની કુલ કિમત રૂ. ૧૯.૫૩ લાખ છે. રેક ઓવન માં એકસાથે ૪૪ ટ્રે બેકિંગ માટે મૂકી શકાય છે જેનાથી પ્રોડક્શન ટાઇમ ઘણો બચી જાય છે અને જેનાથી ઉત્પાદન માં વધારો થયો છે.
આ યુનિટ માં બેકરી પ્રોડક્ટસ જેવીકે ખારી બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ,બટર બિસ્કિટ,દરેક પ્રકારના સ્વીટ બિસ્કિટ,નાન ખટાઈ નું ઉત્પાદન કરવામાં આવે છે.આ બધીજ પ્રોડક્ટ નું ડભોઇ શહેર ની આજુબાજુ ના ગામો માં હોલસેલ તેમજ રીટેલ વેચાણ કરવામાં આવે છે.
લવલી બેકરી નું ડભોઇ ખાતે પોતાનું રીટેલ આઉટલેટ પણ આવેલું છે ત્યાં ઉપરોક્ત તમામ બેકરી પ્રોડક્ટસ નું વેચાણ કરવામાં આવે છે. લવલી બેકરી નું વાર્ષિક ટર્નઓવર ૧૫ લાખ નું છે અને આસરે ૪ થી ૫ લાખ નો વાર્ષિક નફો થાય છે. લવલી બેકરી દ્વારા આસપાસ ના કુલ ૧૮ વ્યક્તિ ઓ ને રોજગાર પુરું પાડવામાં આવે છે.
શ્રી શબ્બીરહુસેન અબ્દુલભાઈ પાનવાલાના યુનીટનું સરનામું:
લવલી બેકરી,ડભોઇ