Company Name : મોરી પેપર એન્ડ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ
Owner Name : વિજય મેરૂભાઈ મોરી
હમારૂ નામ વિજય મેરૂભાઈ મોરી છે. મારો જન્મ ૧૧/૦૮/૧૯૮૯ ના રોજ જામનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો છે. મારા પિતાજી મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા તથા અમે ત્રણ ભાઈ બહેન છીએ,મારી ૧૪ વર્ષની ઉમરે મારા પિતાજી નું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થયેલ જેથી મારા મમ્મીએ જ મહેનત કરીને ત્રણેય ભાઈ-બહેનો ને ભણાવી ને મોટા કર્યા. આમ ઘરમાં બધા કરતા મોટો હોવાને કારણે ઘરની જવાબદારી માર અને મારા મમ્મી ઉપર આવી, અને ત્યાથી મે ભણવાનું છોડી દીધુ ત્યારબાદ હું અને મારા મમ્મી બને કામ કરતા છતા પણ અમારા ઘરની પરિસ્થીતી પહેલા કરતા પણ નબળી થતી ગઈ, બે વર્ષના બાદ ૨૦૦૯ માં પાર્ટ ટાઈમ જોબ કરતા કરતા મે ભણવાનું ચાલુ કર્યું, ૨૦૧૨ માં ડિપ્લોમાં મેકેનિક પુરૂ કર્યું. તેમ છતા, ૧ વર્ષ સુધિ મને નોકરી મળી નહિ. ત્યારબાદ મેં ખુદનો પોતાનો ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. તે માટે મે જામનગર જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કર્યો ત્યાથી મને જાણાવવામાં આવ્યુ કે લોન અરજી કરવા માટે ઈ.ડી.પી તાલીમનુ સર્ટીફિકેટ હોવુ જરૂરી છે.
ત્યારબાદ મેં સી.ઈ.ડી સંસ્થા રાજકોટ કચેરીનો સંપર્ક કરી જામનગર ખાતે શરૂ થનાર ઈ.ડી.પી તાલીમ કાર્યક્રમનું ફોર્મ ભર્યું અને વર્ષ ૨૦૧૭-૧૮ ઈ.ડી.પી મો-૧ તા. ૨૦/૦૧/૧૮ થી ૧૭/૦૨/૧૮ દરમ્યાન ટ્રેનીંગ લીધી ત્યારબાદ જે અમુક પ્રકારના નેગેટીવ વિચાર હતા તે દુર થયા અને આત્મ વિશ્વાસમાં વધારો થયો, ટ્રેનિંગ દરમ્યાન અલગ – અલગ ફેકલ્ટી દ્વારા ગાઈડ કરવામાં આવ્યું જેમ કે ધંધાને કઈ રીતના વિકસાવવા.. GST ને લગતી માહિતી ખાસ કરીને માર્કેટીંગ કેવી રીતના કરવું અને ક્યાં કરવું. જનરલ મેનેજમેન્ટ થકી મારા એકમને ચોક્ક્સ રીતે પ્લાનિંગ કરી શક્યો. આજે ખુદ મારી પેઢી મોરી પેપર એન્ડ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ માં. ૪ મજુર કામ કરે છે. અને આવતા ૫ વર્ષમાં આ ધંધાને હજી મોટો કરવાનું મારૂ લક્ષ્ય છે. મે. ધંધો શરૂ કરવા માટે પી.એમ.ઈ.જી.પી લોન યોજના અંતર્ગત અરજી કરી અને કેનેરા બેંકે કુલ ૧૯,૧૫,૦૦૦ ની લોન પાસ કરી છે. અને મારા યુનિટમાં પેપર કપ, પેપર ડીસ, થર્મોકોલ ડીસ એમ ઘણી બધિ પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગ કરૂ છું.
સી.ઈ.ડી. દ્વારા જે તાલીમ આપવામાં આવે છે તેમા ખરેખર એક ઉદ્યોગસાહસિક બનવા માટે જે પાયાની જરૂરીયાત થી લઈ ને એક સફળ ઉદ્યોગ સાહસિક કઈ રીતે બનવું તે અંગેનું સચોટ માર્ગદર્શન મળી રહે છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.