Company Name :Gosalia Wire Inc. યૂનિટ
Owner Name : શ્રી ધ્રુવ ગોસલિયા
હું ધ્રુવ મુકેશભાઈ ગોસલિયા બીઝનેશ ફેમિલીમાંથી આવુ છુ. મારૂ અભ્યાસ BE-MECHANICAL સુધી છે. મને શરૂઆત થી જ પોતાનુ યુનિટ શરૂ કરવાની તીવ્ર ઈચ્છા હતી. મને મારા પિતા તરફથી સ્વતંત્ર ઉધોગ કરવા માટેની સતત પ્રેરણા મળતી રહેતી હતી. મે ઉધોગ શરૂ કરવા માટે પ્રેકટિકલ તાલીમ અને મશીનરી ની જાણકારી માટે સાગર મશીનરી લિમીટેડ POR G.I.D.C. ખાતે આવેલ ત્યાં યુનિટ માં પ્રોડકશન એન્જીનિયરીંગ તરીકે કામગીરી કરી સબમર્સીબલ વાયડીંગ વાયરની બનાવટ અંગે અને આ ક્ષેત્રમાં લેટેસ્ટ ટેકનોલોજી વિશે પૂરેપૂરી જાણકારી અને અનુભવ મેળવેલ હતો.
હાલમાં G.I.D.C. મકરપૂરા ખાતે Gosalia Wire Inc. યૂનિટ કાર્યરત છે. આ યૂનિટ શરૂ કરવા માટે જીલ્લા ઉધોગ કેન્દ્ર PMEGP લોન અરજી મંજૂર કરવામાં આવી હતી વડોદરા SBI માંથી કેશ ક્રેડિટ ૧૦,૦૦,૦૦૦/- અને ટર્મ લોન રૂ. ૧૦,૦૦,૦૦૦/- આમ કુલ ૨૦,૦૦,૦૦૦ ની લોન મેળવી યૂનિટ શરૂ કરવામાં આવેલ છે. હાલમાં યૂનિટ નું કુલ રોકાણ અંદાજીત ૩૦,૦૦,૦૦૦/- થી પણ વધુ છે.
હાલ મારા યુનિટમાં Fully Automatic Machine વસાવેલ છે. ડબલ કૉટીંગ તેમજ ટ્રીપલ કૉટીંગ સબમર્સીબલ પંપ વાયડીંગ વાયર હાલ એમના યૂનિટની પ્રોડકટ છે. આજુબાજુના રાજ્યોમાં સબમર્સીબલ વાયડીંગ પંપ વાયર સપ્લાય કરે છે. આ યૂનિટ ની અંદર રોજગારી ૦૪ માણસો મેળવે છે.
સફળ તાલીમાર્થી તરીકે સી.ઈ.ડી. ટ્રેનીંગ નું ખૂબ ખૂબ મહત્વ છે. મે સી.ઈ.ડી.ની ઉદ્યોગ સાહસિકતા તાલીમ માહે મે ૨૦૧૯ માં ભાગ લીધેલ અને સફળતા પૂર્વક પૂર્ણ પણ કરેલ મને સી.ઈ.ડી. વડોદરા કચેરીના અધિકારી તેમજ સ્ટાફનું સતત વહીવટી માર્ગદર્શન દ્રારા લોન અંગે ઉધોગને લગતી જાણકારી મળતી રહેતી હતી
મારૂ યુનિટ માહે ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ 485-486/C-86 Astamanagal Industrial Park, Near Himalaya Machinery Char Rasta, Makarpura GIDC ખાતે શરૂ કરેલ છે એક સફળ ઉધોગકાર બનવા સી.ઈ.ડી. વડોદરા કચેરી નો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય અને પોતાનું યુનિટ શરૂ કરે અને સફળ ઉધોગસાહસિક થાય તેવી મારી શુભકામનાઓ.
શ્રી ધ્રુવ ગોસલિયાના યુનીટનું સરનામું:
G.I.D.C. મકરપૂરા, વડોદરા