હું સ્વપ્નિલ મોહિતે, મારો જન્મ અમદાવાદ ખાતે ૨૨-૦૭-૧૯૯૫ ના રોજ થયો હતો. મારો ઉછેર મધ્યમ પરીવારમાં થયેલ તેમજ આગળ વધવા ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ સુધીનું શિક્ષણ લીધેલ જે માટે મારા પિતાશ્રી તેમજ કુટુંબના સભ્યો ધ્વારા ખુબજ સહકાર મળેલ છે. મારા એન્જીનીયરીંગના અભ્યાસ બાદ વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કામાગીરીનો અનુભવ મેળવેલ છે. નોકરી દરમ્યાન મે મારા મનમાં પોતાનું યુનિટ સ્થાપી સફળ ઉધોગકાર અને વ્યકિતત્વ બનાવવાના વિચાર સાથે નવુ યુનિટ શરુ કરવાનો નિર્ણય લીધો.
આ વિચાર જ્યારે મનમાં હતો તે દરમ્યાનજ સી.ઈ.ડી. સંસ્થા ધ્વારા ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ અંગેની જાહેરાત ન્યુઝ પેપરમાં વાંચી વિભાગીય કચેરી, વડોદરાની મુલાકાત લીધેલ જેમા મને તાલીમ અંગે તેમજ સી.ઈ.ડી સંસ્થા વિશે શ્રી ધર્મેંદ્રભાઇ પંડ્યા ધ્વારા માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ. મે માહે જુન-જુલાઈ ૨૦૧૮ દરમ્યાન વડોદરા ખાતે ઈ.ડી.પી કાર્યક્રમમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ. તાલીમ દરમ્યાન મને ઉદ્યોગસાહસિકતા અંગેના વિવિધ પાસાઓ અલગ અલગ તજજ્ઞો દ્વારા શીખવવામાં આવેલ હતા જે મારા યુનીટ/ધંધો શરૂ કરવા માટે ખુબ ઉપયોગી નિવડેલ હતા.
હાલમાં મે "કેફે ઈન્ગ્રેસ” નામનું મારૂ પોતાનું યુનિટ લોટસ કોમ્પ્લેક્ષ, ગોત્રી ખાતે માહે ઓગસ્ટથી શરૂ કરેલ છે. હાલમાં મશીનરી તેમજ અન્ય સાધનો મળીને કુલ રૂ. ૦૯,૦૦,૦૦૦ નું રોકાણ કરેલ છે.
એક સફળ ઉધોગકાર બનાવવા સી.ઇ.ડીનો ખુબ જ સાથ અને સહકાર મળેલ છે. સી.ઇ.ડી ધ્વારા તાલીમ લઇ નવા ઉધોગસાહસિકો સફ્ળ થાય તેવી મારી શુભકામનાઓ.